રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથેની ગેરવર્તણૂક અંગે સરકારનો મોટો નિર્ણય
Live TV
-
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે બનેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્વરિત ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી.આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, મહિલા કર્મચારીઓ અને તબીબોના ગૌરવ તથા સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. ગેરવર્તણૂકના કિસ્સામાં દોષિત ઠરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
