રાજયના 74 IPS અને SPS અધિકારીઓની બદલી
Live TV
-
શનિવાર મોડી રાત્રે રાજ્યના 74 IPS અને SPS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ કરાયા છે. 2006 બેચના 12 અધિકારીઓને DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
શનિવાર મોડી રાત્રે રાજ્યના 74 IPS અને SPS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ કરાયા છે. 2006 બેચના 12 અધિકારીઓને DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ બઢતી બદલીમાં સિનિયર આઇપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તવને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમર અને આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાના પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે અભય ચુડાસમાની ગાંધીનગર રેન્જ આઇજી તરીકે બદલી કરવામાં આવી છે. તો અમિત વિશ્વકર્માને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી તરીકે તો અમદાવાદ રેન્જ આઈજી તરીકે કે. જી. ભાટી, અમદાવાદ ટ્રાફિક પોલીસના જેસીપી તરીકે મયંકસિંહ ચાવડાને તો નિપૂર્ણા તોરવણેને ગૃહ વિભાગના સચિવ તરીકે મુકાયા છે.