રાજયની 93 આરોગ્ય સંસ્થામાં હાથ ધરાનાર મિશન HRCIM હેઠળના પાયલટ પ્રોજેકટનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી આરંભ થયો
Live TV
-
રાજયની 93 આરોગ્ય સંસ્થામાં હાથ ધરાનાર હોસ્પિટલ અને તબીબી સંભાળ સુધારા મિશન HRCIM હેઠળના પાયલટ પ્રોજેકટનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી આરંભ થયો છે. આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે HRCIM ના પાયલટ પ્રોજેકટનો પ્રારંભ કરાવતા કહ્યું કે, આ પ્રોજેક્ટ 6 સરકારી કોલેજો અને હોસ્પિટલો, 8 GMERS મેડીકલ કોલેજો, 21 જીલ્લા હોસ્પિટલો અને 58 પેટા જીલ્લા હોસ્પિટલમાં તબક્કાવાર હાથ ધરાશે. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર અને સંભાળ સાથે આરોગ્ય સેવા – સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવી એ આ પ્રોજેકટનો મુખ્ય હેતુ છે.
આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નવનિર્મીત બે હેલ્પડેસ્ક અને ત્રણ ગોલ્ફ કારનો શુભારંભ કરાવ્યો હતો. હોસ્પિટલ પરિસરમાં દર્દીઓ સરળતાથી અવર-જવર કરી શકે તે હેતુથી સેવાભાવી સંસ્થા દ્વારા ત્રણ ગોલ્ફ કાર આપવામાં આવી છે.