રાજયમાં કોરોનાના વધુ 1311 કેસ, રિક્વરી રેટ 81.11 ટકા પર
Live TV
-
રાજ્યમાં કોરોનાનો કેર રોકાવાનો નામ નથી લઈ રહ્યો ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1 હજાર 311 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 185 અને જિલ્લામાં કોરોનાના 92 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાનો કેર રોકાવાનો નામ નથી લઈ રહ્યો ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1 હજાર 311 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 185 અને જિલ્લામાં કોરોનાના 92 પોઝિટિવ કેસ નોંધાયા છે.. આજે રાજયમાં કોરોનાથી કુલ 16 લોકોના મોત થયા. ત્યારે અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 3 હજારને 94 લોકોના મોથ થઇ ચુક્યા છે. જયારે છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ વધુ 1148 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે..ત્યારે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 83 હજાર 546 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.. રાજયમાં આજે કુલ 72,751 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા. જેને લઇને રાજયમાં રિકવરી રેટ 81.11 ટકા પર પહોંચી ચુક્યો છે..
