"સાવચેતીને સંગ, જીતીશું જંગ" સૂત્ર સાથે કોવિડ વિજય રથનું પ્રસ્થાન
Live TV
-
જનજાગૃતિ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ વિજય રથનું કરાવ્યું પ્રસ્થાન
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી "સાવચેતીને સંગ, જીતીશું જંગ"અંતર્ગત કોવિડ વિજય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા ગુજરાતમાં કોવિડ વિજયરથ જનજાગૃતિ અભિયાનની શરુઆત થઈ હતી. કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, સામાજિક અંતરનું પાલન થાય તે હેતુને લઇને નવતર અભિગમ અપનાવી સમગ્ર રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં પરિભ્રમણ કરનાર આ રથને 7 સપ્ટેમ્બર, 2020ના રોજ ડીજીટલ- સોશ્યલ મીડિયાના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ડિજીટલ ફ્લેગઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.
