Skip to main content
Settings Settings for Dark

રાજયમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

Live TV

X
  • પોલીસ વડા, જિલ્લા કલેકટર અને વન સંરક્ષક સહીત સમગ્ર તંત્ર પણ હેલમેટ ધારણ કરીને બાઇક રેલીમાં જોડાયા.

    નર્મદા જિલ્લો અતિપછાત અને 43 ટકા વનવિસ્તાર અને ઢોળ ઢાળ વાળો જિલ્લો છે. જેને કારણે અકસ્માતમાં મોત થવાના બનાવો વધી રહેતા જિલ્લામાં પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્રારા નર્મદામાં ૨૯માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકોમાં જનજાગૃતિ આવે એ હેતુથી નર્મદા પોલીસ દ્વારા હેલ્મેટ બાઇક રેલી યોજાઈ હતી. જેમાં પોલીસ વડા, જિલ્લા કલેકટર અને વન સંરક્ષક સહીત સમગ્ર તંત્ર પણ હેલમેટ ધારણ કરીને જોડાયા.

    હાલ ગુજરાત ભરમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઇ રહી છે. ત્યારે નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર અને ડુંગરાળ જિલ્લા ને કારણે અહીં અક્સ્ત્માત માં મોત ના આંકડા વધતા નર્મદા પોલીસ દ્વારા ભૌગોલિક પરિસ્થિતિ માં પોલીસ દ્રારા એક અનોખી જનજાગૃતી હેલ્મેટ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં જીલ્લા કલેકટર આર.એસ.નિનામા,જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા અને વન સંરક્ષક શશીકુમાર પણ હેલમેટ ધારણ કરીને રેલીમાં જોડાયા હતા.સાથે વિવિધ સમાજનાં યુવાઓ તેમજ પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જીલ્લા પોલીસ વડાનાં જણાવ્યા અનુસાર રેલી યોજવાનું મુખ્ય કારણ નર્મદા જીલ્લામાં મહત્તમ ડુંગરાળ પ્રદેશ હોવાનાં કારણે અને ટ્રાફીક જાગૃત્તી નાં અભાવે અકસ્માતથી થતા મોતનું પ્રમાણ વધુ છે જેથી ટ્રાફીકનાં કાયદા અંગે સમાજમાં જનજાગૃતી લાવવી જરૂરી હતુ.ત્યારે આ હેલ્મેટ રેલી માં નર્મદા ના જિલ્લા પોલીસ વડા એ જાતે હેલ્મેટ પહેરી જિલ્લા ના 30 થી વધુ ગામડા ઓમાં જઈ લોકો ને સમજ આપી હતી

    જોકે આ રેલીમાં અકસ્માતમાં નિવારવાના ઉપાયો સાથે સાથે ઉપસ્થિત તમામ લોકો એ પ્રતિજ્ઞા પણ લીધી હતી કે ટ્રાફિક ના નિયમો નું પાલન કરીશું અને વ્યસન મુક્તિ ની સાથે સાથે જળ એ જીવન ની ઉક્તિ ને અપનાવી જળ નું પણ રક્ષણ કરીશું જિલ્લા કલેકટર ના જણાવ્યા મુજબ આ રેલી માં સરકારની વિવિધ યોજના ઓ ની સાચી સાંજ પ્રજાને આવે તથા આગામી 1 તારીખ થી શરુ થતા સુજલામ સુફલામ યોજના ની પણ જાણ જાગૃતિ આવે તે માટે આ રેલી માં બેનર અને પ્લે કાર્ડ પણ લગાવવા માં આવ્યા હતા વળી પાણી ની બચાવવાની સમજ પણ લોકમાં આવે તે માટે જિલ્લા વન સંરક્ષક શશીકુમાર એ ખાસ આગ્રહ વ્યક્ત કર્યો હતો આ રેલી નર્મદા જિલ્લા ના મુખ્ય મથક રાજપીપલા સહીત આજુબાજુના 25 કિલોમીટર ના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર માં ફરતા લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બની હતી

    આજની યુવા પેઢી ટ્રાફીકનાં કાયદા અને નિયમોની જાણકારીનાં અભાવે તેમજ અતિઉત્સાહમાં અકસ્માત નોંતરે છે.ત્યારે પ્રજાને જાગૃત્ત કરવા માટે IAS,IPS,IFSઅધિકારીઓએ આજે ટ્રાફીકનાં કાયદાનું પાલન કરીને પ્રજાને કાયદાનો અમલ કરાવવા માટે નો આ સ્તુત્ય પ્રયાસ કર્યો છે જેને રાજપીપલાની પ્રજાએ પણ આવકાર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply