સોમનાથ મંદિરમાં દિલીપ લખી પરિવાર દ્રારા સોનું દાનમાં અપાયું
Live TV
-
આગામી સમયમાં આગળના 10 સ્થંભો-પીલરો સોનેથી મઢાશે.
સોમનાથ મંદીરને મુખ્ય સુવર્ણ દાતા દીલીપ લખી પરીવાર દ્રારા સોનું દાનમાં અપાય રહ્યું છે. અગાઊ 110 કીલો સોનું દાનમાં આપવામાં આવ્યું હતું. જેમાં મંદીર ગર્ભગૃહ ત્રીશુલ ડમરૂ થાળું નાગ સહીત સોનાથી મઢાય ચુક્યુ છે. ત્યારે તાજેતરમાં ફરી 30 કોલો સોનું દાનમાં આપતાં તેમાંથી ગર્ભૃહની આગળના કુંલ 72 પૈકીના 10 સ્થંભોને સુવર્ણ જડીત કરવાનું કામ શરૂ કરાયું છે. જેના ફર્મા દીલ્હી સ્થીત અંબાલક્ષ્મી જ્વેલર્સ દ્રારા બનાવાય છે. જે પીલરનું માપ લઈ બનાવાય છે. જે પૈકી ના બે પીલર હાલ સોના થી મઢાઈ ચુક્યા છે. જેમાં ઓમ સ્વસ્તીક દીવડા કળશ ત્રીશુલ જેવા ચીન્હો રખાયા છે. ત્યારે આગામી સમયમાં આગળના 10 સ્થંભો-પીલરો સોનેથી મઢાશે એટલે સોમનાથના દર્શન કરી ભાવીકો ધન્ય બનશે.
