સરકાર સંચાલકો સાથે ફી મુદ્દે વાટાઘાટો કરે : સુપ્રિમ કોર્ટ
Live TV
-
2007માં રાજ્ય સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા ફી નિયમન કાયદાની વિરુદ્ધ રાજ્યની સ્કૂલોના સંચાલકો હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં ગયા છે. જેમાં કોર્ટ પોતાનો નિર્ણય જુલાઇ માસના બીજા અઠવાડિયામાં રજુ કરશે.
ફી નિયમન બાબતે સુપ્રીમ કોર્ટે વાલીઓને મોટો ઝટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે વચગાળાનો આદેશ કરતા કહ્યું હતું કે શાળાના સંચાલકો સુવિધાના નામે વધારાની ફી લઈ શકે છે. સાથે જે કોર્ટે એવો પણ આદેશ કર્યો હતો કે રાજ્ય સરકારને ફી બાબતે કાયદો ઘડવાનો પૂરો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે એવું પણ સૂચન કર્યું હતું કે ફી નિયમન બાબતે શાળાના સંચાલકો અને સરકાર અરસપરસ ચર્ચા કરે. આ કેસની વધુ સુનાવણી જુલાઈના બીજા અઠવાડિયામાં હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે 2007માં રાજ્ય સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા ફી નિયમન કાયદાની વિરુદ્ધ રાજ્યની સ્કૂલોના સંચાલકો હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. આ બાબતે આજે સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો. અગાઉ બે વખત અંતિમ ચુકાદાની તારીખ નક્કી થયા બાદ રાજ્ય સરકારે સમય માંગતા અતિમ સુનાવણી માટે 25મી એપ્રિલ તારીખ નક્કી કરવામાં આવી છે.
સરકાર અને સ્કૂલ સંચાલકો સામસામે
ફી નિયમન બાબતે હાઈકોર્ટમાં હાર મળ્યા બાદ શાળાના સંચાલકો સુપ્રીમ કોર્ટમાં ગયા છે. કોઈ પણ કાળે ચુકાદો પોતાના પક્ષે આવે તે માટે સ્કૂલના સંચાલકોએ કરોડોના ખર્ચે દેશના ખ્યાતનામ વકીલોની ફોજ રોકી છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ તરફથી સરકારની નવી ફી કમિટી અને નવી ફી મર્યાદા નક્કી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આજે ગુજરાત સરકાર સ્કૂલોની યાદીની સાથે સાથે ફીન વિગતો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકી હતી.
વાલીઓમાં વિરોધ
ફી નિયમન કાયદા બાદ રચવામાં આવેલી ફી નિયમન કમિટિ દ્વારા અમદાવાદની વિવિધ સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી છે. આ ફી ખૂબ જ ઊંચી હોવાને કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલી મંડળ તરફથી એવી રજુઆત કરવામાં આવી છે કે સ્કૂલોએ જેટલી ફી માંગી હતી તે ફી કમિટિએ મંજૂરી કરી દીધી છે. અમુક કેસમાં સ્કૂલની ફીમાં તોતિંગ વધારો મંજૂર કરી દેવામાં આવ્યો છે.
