વલસાડમાં માં અમૃતમ કાર્ડ કેન્દ્રનો આરંભ કરાયો
Live TV
-
વલસાડ જિલ્લાની વાપી હરિયા હોસ્પિટલમાં અમૃતમ કાર્ડ અને માં વાત્સલ્ય કાર્ડ યોજનાની સારવારનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. જે ને લઈને હવે કાર્ડ ધારકોને હૃદયરોગ અંગેની સારવાર મળી શકશે.
વાપીની જાણીતી રોટરી હરિયા હોસ્પિટલમાં આજથી ગરીબી રેખા નીચે નિર્વાહ કરતા અને માં વાત્સલ્ય કાર્ડ અને અમૃતમ યોજનાના કાર્ડ ધારકો માટે હૃદય રોગને લાગતી તમામ સારવાર તેમજ ઓપરેશન પણ વાપીમાં જ ઉપલબ્ધ બનશે. આ કાર્યનું લોકાર્પણ ધારાસભ્ય કનુંભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વાપીની જાણીતી એવી રોટરી હરિયા હોસ્પિટલમાં પારડીના ધારાસભ્ય કનુંભાઈ દેસાઈએ રીબીન કાપી શ્રીફળ વધેરીને હોસ્પિટલમાં માં વાત્સલ્ય કાર્ડ અને અમૃતમ કાર્ડ ધરાવતા લોકોને સારવાર આપવા માટેનું કેન્દ્રની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે તેમને કહ્યું કે વાપી તેમજ આસપાસના ગરીબ પરિવારો માટે મોટી બીમારીમાં સરકાર દ્વારા આપવામાં આવેલ માં વાત્સલ્ય કાર્ડ અને અમૃતમ યોજનાના કાર્ડના ધારકોને હૃદય રોગને લગતી ગંભીર બીમારીની સારવાર હોવી વાપીમાં જ ઉપલબ્ધ બની છે જેથી લોકોને સુરત સુધી જવું નહીં પડે.
નોંધનીય છે કે જે પણ પરિવારની વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય એવા પરિવારોને માં વાત્સલ્ય અને અમૃતમ કાર્ડ સરકાર દ્વારા આપવાની યોજના અમલમાં છે. જેમાં અંદાજિત રૂપિયા 5 લાખ સુધીની સારવાર કાર્ડ ધરાકને હોસ્પિટલ માંથી મળી રહશે.
