રાજયમાં 2 દિવસ બાદ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી
Live TV
-
રાજયમાં હાડ થીજવતી ઠંડી વર્તાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, બે દિવસ બાદ રાજયમાં ઠંડીમાં નોંધાપત્ર ઘટાડો જોવા મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં દિવસનું તાપમાન 26 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આ ઉપરાંત રાત્રીના તાપમાનમાં પણ 1થી2 ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે હાલ વરસાદની કોઇ શક્યતા નથી. શુક્રવારે અમદાવાદ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જયારે 6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
