રાજય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને રૂ.7000ની મર્યાદામાં દિવાળી બોનસ ચૂકવાશે
Live TV
-
આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજય સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓ સહિત બોર્ડ અને નિગમના અંદાજે 21,000થી વધુ કર્મચારીઓને લાભ થશે.
નાણા વિભાગની આ યાદીમાં વધુમાં જણાવાયું છે કે રાજય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને 7000 રૂપિયાની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ (માન્યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-4ના અંદાજે 21,000થી વધુ કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.
