Skip to main content
Settings Settings for Dark

રાજ્યનાં પાંચ પવિત્ર યાત્રાધામોમાં નવ દિવસ નવરાત્રિ મહોત્સવની ઉજવણી થશે

Live TV

X
  • રાજ્યના પવિત્ર યાત્રાધામોમાં નવરાત્રિ શક્તિ પર્વની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી થશે. રાજ્યના પ્રસિદ્ધ પાંચ દેવસ્થાન સ્થળોએ નવરાત્રિ ગરબાનું સમગ્ર 9 દિવસ દરમિયાન આયોજન માટે રૂ. 2.90 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.

    હાલ અમલમાં રહેલા ઠરાવ મુજબ 1 દિવસીય નવરાત્રી કાર્યક્રમ યોજવાની જોગવાઈ હતી. પરંતુ શ્રદ્ધાળુઓની આસ્થા અને લાગણીને ધ્યાને લઈને સમગ્ર નવરાત્રિ દરમિયાન ગરબા કાર્યક્રમો યોજવા અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણય લીધો છે. 

    નવ દિવસીય આ ભવ્ય આયોજન અંતર્ગત આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, ઉનાઈ માતાજી મંદિર (વાંસદા), મોઢેશ્વરી માતાજી મંદિર (મોઢેરા), બહુચરાજી માતાજી મંદિર (મહેસાણા) તથા ઉમિયા માતાજી મંદિર (ઊંઝા) એમ પ્રત્યેક સ્થળ માટે આનુષાંગિક અને કલાકાર ખર્ચ સહિત કુલ રૂ. 2.90 કરોડનો ખર્ચ કરવા મંજૂરી આપવામાં આવી છે.આ આયોજન થકી સ્થાનિક તેમજ રાજ્યભરમાંથી દર્શનાર્થે આવતા માઈભક્તો ભક્તિમય વાતાવરણમાં ગુજરાતના લોકકલાકારોની કલા અને સંસ્કૃતિને માણી શકશે અને ગરબા રમી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
apply