રાજ્યના કેટલાક જિલ્લાના આરોગ્ય વિભાગ બન્યા સંભાવિત ત્રીજી લહેર માટે સજ્જ
Live TV
-
પાટણ
પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસો અને રસીકરણ ઝુંબેશને પગલે કોરોના કાબુમાં આવ્યો છે. જેના લીધે છેલ્લાં એક મહિનાથી કોરોનાનો એકપણ કેસ પોઝિટિવ કેસ નોંધાયો નથી તો જીલામાં એકપણ દર્દી આઇસોલેશન વોર્ડમાં કે હોમ આઇસોલેશન હેઠળ નથી.ત્યારે જીલાની પ્રવર્તમાન પરિસ્થિતિ ને જાળવી રાખવા અને કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પાટણ જિલ્લો સુરક્ષિત રહી શકે એ માટે અસરકારક આયોજન દ્વારા પાટણ જીલો સજ્જ બન્યો છે.જેના ભાગરૂપે સિદ્ધપુર,રાધનપુર,પાટણ સહિતના વિસ્તારમાં સરકારી હોસ્પિટલોમાં કરોડોના ખર્ચે 14 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવમાં આવ્યા છે.તો આજથી નાના મોટો ધંધો રોજગાર કરતા સુપર સ્પ્રેડર માટે વેકસીનેશન શરૂ કરાયું છે આ સાથે ધારપુર હોસ્પિટલ ખાતે નરસિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફને કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટેની ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.વડોદરા
રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ પર અંકુશ આવી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે સયાજી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો રંજન ઐયર, મેડીકલ કોલેજના ડીન સહિત મુખ્ય તબીબો સાથે કોરોનાની ત્રીજી લહેરને લઈને ચર્ચા કરી હતી. હોસ્પિટલનું પ્રેઝન્ટેશન દર્શાવવામાં આવ્યુંહતું તેમજ કોરોના કાળ દરમિયાનકરવામાં આવેલ ટેસ્ટિંગ, સારવાર સહિતની તમામ કામગીરીની જાણકારી આપવા આવી હતી. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે. સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્ય સરકાર તૈયાર છે. બીજી લહેરમાં કરેલી તૈયારીઓથી બેવડી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ સુવિધાઓ પહોંચામાં આવશે.ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ, જરૂરી દવાઓ, સહિત મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની વ્યવસ્થા, ઉભી કરાશે અને જરૂર પડશે તો સામાજિક અને ખાનગી સંસ્થાઓના હોલનો પણ ઉપયોગ કરવામાં આવશે. વડોદરામાં ત્રીજી લહેરની સંભાવના વચ્ચે પૂરતા પ્રમાણમાં તૈયારીઓ આરંભી હોવાનું જણાવીને બીજી લહેર દરમિયાન વડોદરાને ઓછા મૃત્યુ દર તેમજ ઊંચા રિકવરી દર હાંસિલ કરવા માટે અભિનંદન આપ્યા હતા.
