Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી: હવામાન વિભાગ

Live TV

X
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાના 166 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 125 મીલીમીટર એટલે કે પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમદાવાદમાં પોણા ચાર ઈંચ, પ્રાંતિજ, માણસા અને લોધિકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ થયો હતો. જ્યારે ઊંઝામાં 74 મીલીમીટર, જેટપુર 71, ડિસામાં 62 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે જોડીયા, ધ્રોલ, સુબિર, ધંધુકા, રાજકોટ, ટંકારામાં સવા બે-સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો.
    હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગઈકાલે મોડી સાંજે ભારે વરસાદ થયો હતો. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો મોરબી જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ટંકારામાં 56 મિલીમીટરવરસાદ પડ્યો હતો. રાજકોટ શહેરમાં ભારે વિલંબ બાદ ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસતા લોકોમાં આનંદ છવાયો હતો. લોકોને ગરમીથી રાહત મળી હતી. ભારે વરસાદને પગલે માર્ગો પર પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply