રાજ્યના હવામાનમાં આવ્યો અચાનક પલટો.
Live TV
-
નિસર્ગ વાવાઝોડું દક્ષિણ ગુજરાત પરથી પસાર થઇ ચુક્યું છે. રાજ્યમાં કોઇ મોટું નુકસાન નોંધાયું નથી. પરંતુ વાવાઝોડાને પગલે રાજ્યના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદ શહેરમાં ગઇકાલથી જ વાદળ છાયું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. જો કે નિસર્ગ વાવાઝોડાને કારણે ગઇકાલે વલસાડ અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર 100 થી 110 કિ.મી.ની ગતિએ પવન ફુંકાવા સાથે વરસાદ તુટી પડ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે , ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં પણ ગઇકાલે સતત વરસાદ થયો હતો. આહવા સાપુતારા વઘઇ અને સુબીર પંથકમાં રાત્રે પણ મૂશળધાર વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. જ્યારે નાળાઓ વહેતા થયા હતા. ડાંગના મુખ્ય મથક આહવામાં - ત્રણ ઇંચ, વઘઇમાં અઢી ઇંચ તો સુબીરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.. તાપી જિલ્લાના નિઝર ખાતે પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. હળવદ પંથકમાં પણ , વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દિવસભર સખત ગરમી બાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. હળવદ તાલુકાના સુંદરગઢ, કડીયાણા, માલણીયાદ, ટીકર, ઘનશ્યામ ગઢ, અને મેરૂપર સહિતના ગામમાં , ગઇકાલે કાળા ડિબાંગ વાદળ ઘેરાવા સાથે , વરસાદ તુટી પડતાં , વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
