રાજ્યના 49 તાલુકામાં થયું માવઠું, આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી
Live TV
-
રાજ્યમાં ફરી કમોસમી વરસાદ શરૂ પડ્યો છે. ગત રોજ રાજ્યના 49 તાલુકામાં માવઠું થયું છે.
રાજ્યમાં ફરી કમોસમી વરસાદ શરૂ પડ્યો છે. ગત રોજ રાજ્યના 49 તાલુકામાં માવઠું થયું છે. સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં તાપી અને સુરતમાં પોણા ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તો ખેડા જિલ્લાના માતરમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
મહેસાણા, બોટાદમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં, મહેસાણાના ઊંઝા અને પાટણના સિદ્ધપુરમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે.
આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે. ખેડૂતોનો તલ, બાજરી અને મગનો ઉભો પાક જમીન દોસ્ત થયો છે. પાટણ જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેતીવાડી અને જનજીવન પર અસર જોવા મળી રહી છે. રાજ્યમાં હજી બે દિવસ છુટા છવાયા વિસ્તારમાં માવઠાની હવામાન વિભાગની આગાહી છે.