Gujarat Day 2023: જામનગરના આંગણે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી
Live TV
-
આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જામનગરના આંગણે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન હાથ ધરાયું હતું.
આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જામનગરના આંગણે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં કરોડોના વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત, ભૂમિપૂજન, ભવ્ય પોલીસ પરેડ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા અદ્યતન અને પુરાતન શસ્ત્ર સાથેના શસ્ત્ર પ્રદર્શનનું જિલ્લા પોલિસ તંત્ર દ્વારા આયોજન કરાયું હતું.
જેમાં તારીખ 1 થી 3 મે સુધી સત્યસાંઈ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પોલિસ વિભાગ દ્વારા અદ્યતન અને પુરાતન શસ્ત્રો સાથેનું પ્રદર્શન પણ યોજાશે. પ્રદર્શનમાં ઓટોમેટીક ગ્રેનેડ લોન્ચર, બોમ્બ ડિસ્પોઝલના સાધનો, બુલેટ પ્રૂફ કાર, તથા અનેક પ્રકારની રાયફલ-પિસ્તોલ સહિતના શસ્ત્રો આકર્ષણનું કેન્દ્ર બનશે. સવારે 9 થી 1 તથા બપોરે 3:30 થી 7:30 દરમિયાન આ શસ્ત્ર પ્રદર્શન જાહેર જનતા માટે સત્ય સાઈ સ્કૂલ મેદાનમાં ખુલ્લું રહેશે.