Skip to main content
Settings Settings for Dark

રાજ્યના 77 હજારથી વધુ શિક્ષકોને આજે બીજા તબક્કામાં સીપીઆર તાલીમ અપાઇ

Live TV

X
  • રાજ્યના 77 હજારથી વધુ શિક્ષકોને આજે બીજા તબક્કામાં સીપીઆર તાલીમ અપાઇ રહી છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતેથી બીજા તબક્કાની સીપીઆર તાલીમનો પ્રારંભ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નાની વયના લોકોમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે. 

    વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની સરકારી અને અનુદાનીત શાળાઓના બે લાખથી વધુ શિક્ષકોને સીપીઆર તાલીમ આપવાનું આયોજન કરાયું છે. અમે આપને યાદ અપાવીએ કે, ગત ત્રીજી ડિસેમ્બરે સીપીઆર તાલીમના પ્રથમ તબક્કામાં 88 હજારથી વધુ શિક્ષકોને તાલીમ અપાઇ હતી. સૂત્રો અનુસાર, સુરેન્દ્રનગર જીલ્લાની સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે શિક્ષકો માટે CPR તાલીમનું આયોજન કરાયું હતું, જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply