રાજ્યના NFSA પરિવારોને ઉત્તરાયણ નિમિત્તે વિનામૂલ્યે ચણાનું વિતરણ થશે: સીએમ
Live TV
-
ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 69.42 લાખ NFSA પરિવારોને ઉત્તરાયણના પર્વ નિમિત્તે પરિવાર દીઠ એક કિલો ચણા વિનામૂલ્યે આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય મંત્રીમંડળની મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી ફેબ્રુઆરી માસના અનાજ વિતરણ સાથે જ આવા NFSA પરિવારોના અંદાજિત 3.37 કરોડ લોકોને વિનામૂલ્યે એક કિલો ચણા વિતરણનો લાભ મળશે.
