રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનના આધારે લોકડાઉન કરાશે અમલી
Live TV
-
આજે જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરીને સ્થિતિનો તાગ મેળવીને લોકડાઉન અંગે કરાશે અંતિમ નિર્ણય.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનના આધારે આવતીકાલથી એટલે કે મંગળવાર સવારથી લોકડાઉનનો અમલ કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનના વિસ્તાર અંગે આજે જિલ્લા કલેક્ટરો , મ્યુનિસિપલ કમિશનરો સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરીને સ્થિતિનો તાગ મેળવીને લોકડાઉન અંગે અંતિમ નિર્ણય કરાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારોને ગ્રીન ઝોન તરફ લઈ જવા માટે સૌ સામૂહિક પ્રયાસ કરે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને, ઉચ્ચ સ્તરીય કોર કમિટિ બેઠક , હાલ મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાઈ રહી છે. રાજ્યમાં આવતીકાલ એટલે કે, મંગળવારથી , લોકડાઉન ચારના અમલ , અને છૂટછાટ અંગેની વિસ્તૃત વિચારણા અને પરામર્શ , આ બેઠકમાં હાથ ધરાશે. મુખ્યમંત્રી આજે જ આ અંગેની ગાઇડલાઈન, નિયમો , અને એસઓપીને આખરી સ્વરૂપ આપ્યા બાદ , સમગ્ર બાબત અંગે રાજ્યના નાગરિકોને જાણકારી આપશે.
