Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાનો કહેર, અલગ-અલગ જિલ્લાઓમાં વધી રહી છે પોઝિટિવ કેસની સંખ્યા

Live TV

X
  • રાજ્યમાં કોરોનાનો કેર વર્તાઇ રહ્યો છે. રા્જયના અલગઅલગ જીલ્લાઓમાં પોઝીટીવ કેસની સંખ્યા વધી રહી છે. ગત મોડીરાત બાદ રાજકોટ, જૂનાગઢ, ખેડા, મહિસાગર, ભાવનગર જેવા જીલ્લાઓમાં ગત રાતથી અત્યાર સુધી એક-એક કેસ પોઝીટિવ આવવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. 

    જેમાં જૂનાગઢમાં એક પંદર વર્ષના કિશોરનો કેસ પોઝીટીવ આવ્યો હતો. બીજી તરફ છેલ્લા અઠવાડિયામાં વધુ કેસ આવ્યાં હતા તે અરવલ્લી જીલ્લા માટે સારા સમાચાર છે કે અહીં સાગમટે ૨૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામ દર્દીઓ સાજા થતાં તેમને ઘરે મોકલી આપવામાં આવ્યાં હતાં...

    આ તરફ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ ભારતમાં કોરોના વાઈરસના સક્રિય કેસની સંખ્યા વધીને 53 હજાર 35 થઇ ચુકી છે. જ્યારે 30 હજાર 152 જેટલાં લોકો સારવારને અંતે સંક્રમણથી મુક્ત થઇને પુનઃ સ્વસ્થ થયા છે. 

    કોરોના વાઈરસ ના કારણે અત્યાર સુધીમાં 2 હજાર 752 લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે જાહેર કરવામાં આવેલાં દીશા-નિર્દેશોનું પાલન કરવા માટે લોકોને અપીલ કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply