Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત

Live TV

X
  • રાજ્યમાં મહાનગરો સાથે નાના શહેરોમાં વધી રહ્યા છે કોરોનાના કેસ.સુરતમાં ૨૯ નવા કેસ નોંધાતા તંત્રમાં દોડધામ.સાબરકાંઠા, રાજકોટ, પંચમહાલ,વલસાડમાં એક એક પોઝીટીવ કેસ મળી આવ્યા.ભરુચમાં છ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝીટીવ.નવસારીમાં પણ બે કેસ આવ્યા સામે

    રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો નવસારી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીના પુત્ર અને પુત્રીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે સાબરકાંઠાના વિજયનગરમાં રહેતા ૫૦ વર્ષના યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવતા કુલ કેસનો આંક ૯૮ પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ સુધી જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે રાજકોટ ગ્રામ્યના જેતપુરમાં એક પોઝીટીવ કેસ સામે આવતા નોંધાયેલા કેસની સંખ્યા ૧૦૬ થઇ છે. તો પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ મથકમાં નોંધાયેલા ગુન્હાના આરોપીનો કોરોના રિપોર્ટ આવ્યો છે. ત્યારે આરોપીને સારવાર માટે કોવિડ ૧૯ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તો પોલીસ કર્મીઓને ક્વોરન્ટાઇન કરવા માટે સુચન કરાયુ છે. જ્યારે સુરેન્દ્રનગરમાં એક કોરોના પોઝીટીવ મહિલાએ ગાંધી હોસ્પિટલમાં એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે.

    કોરોના સંક્રમણને રોકવા માટે સુરત મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કોઇ પણ સોસાયટીમાં કોરોના પોઝીટીવનો કેસ આવશે તો તે સમગ્ર સોસાયટી કે એપાર્ટમેન્ટને કલસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવશે. આ વિશે મહાનગર પાલિકા કમિશ્નર બંછાનિધી પાનીએ વધુ માહીતી આપી હતી

    ગુજરાતમાં ગત છેલ્લા 24 કલાકમાં કુલ 367 કેસ નોંધાયા. જેમાં અમદાવાદમાં 247 , સુરતમાં 44, વડોદરામાં 33, તો મહીસાગરમાં 8, કચ્છમાં 7, રાજકોટમાં 7, અને ગાંધીનગરમાં ચાર નવા કેસ નોંધાયા હતા. જેની સામે 454 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અને સૌથી વધુ દર્દીઓ અમદાવાદમાં 381 સાજા થયા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply