રાજ્યમાં ગત છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 241 તાલુકાઓમાં મેઘ મહેર
Live TV
-
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૪૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં રાજ્યના ૧૦ તાલુકાઓમાં ચાર ઈંચથી નવ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નવ ઈંચ અને રાજકોટના ગોંડલ તાલુકામાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
તે ઉપરાંત ભાણવડ, લખપતમાં 6 ઈંચ, જામજોધપુરમાં પાંચ ઈંચ, રાધનપુર, સાંતલપુર, ટંકારામાં સવા ચાર ઈંચ, માંડવી, અને ધોરાજીમાં 4 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો રાજ્યના ૪૯ તાલુકાઓમાં ૨ થી ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યના ૮૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે.
તે ઉપરાંત ૭૬ જળાશયો એવા છે કે જે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. ત્યારે સરદાર સરોવર ડેમ કુલ સંગ્રહ શક્તિના ૬૯.૬૬ ટકા ભરાયો છે. રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 107 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 214 ટકા નોંધાયો છે. તો રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં થયેલ નુકસાન અંગે રાજ્યનાં રાહત કમિશનરે વધારે માહિતી આપતાં જણાવ્યું કે, ત્રણ દિવસમાં 30 લોકોનાં મોત થયા છે. તો 15 હજાર લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. રાજ્યની 95 નદીઓ ઓવરફ્લો થઈ છે.
