29થી 31 ઓગસ્ટ દરમિયાન ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વરસાદની આગાહી
Live TV
-
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ વરસાદની સિસ્ટમ ગુજરાત રાજ્ય પરથી ફંટાઇ રહી છે. જેના પરિણામે આગામી 28 મી ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા છે. જ્યારે આગામી 29મી ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં થઈ રહેલ ,સાર્વત્રિક વરસાદને લઈને રાજ્યનાં મોટા ભાગના ડેમ છલકાયા છે. પાટણની સરસ્વતી નદીમાં ત્રણ વર્ષ બાદ નવા નીર આવ્યા છે. ચાર દિવસથી સતત થઈ રહેલાં વરસાદને કારણે સરસ્વતી ડેમની સપાટી છલો છલ થઈ છે.
ઉપરવાસ માં થયેલા ભારે વરસાદ થી ,200 ક્યુસેક પાણીની આવક થતાં ,હાલ ડેમ ની સપાટી 275.30 ફૂટ પર ,પહોંચી છે. જો હજુ વરસાદ યથાવત રહેશે ,અને ડેમ ની સપાટી, 277 ફૂટ પર જશે તો ડેમના દરવાજા ખોલવામાં આવશે. તો 3 વર્ષ બાદ કુવારિકા નદી માં પણ ,નવા નીર આવતાં, લોકો માં ,આનંદ ની લાગણી છવાઈ છે. મહીસાગર જિલ્લા ના ,કડાણા ડેમ માં ,ઉપરવાસ માંથી પાણીની આવકમાં ઘટાડો થતાં તેમજ વરસાદે વિરામ લેતા કડાણા ડેમના ગેટ બંધ કરવા માં આવ્યા છે. તેમજ ,ચાર પાવર હાઉસ પણ, બંધ કરવા માં ,આવ્યા છે.
આ સાથે મહી નદી માંથી ,નીર ઓસરી રહ્યાં છે. હાલ, ડેમ માં પાણીની આવક, 43 હજાર ક્યુસેક થઈ રહી છે, અને ડેમ માંથી ,ફક્ત સુજલામ સુફલામ કેનાલ માં ,500 ક્યુસેક પાણી ,છોડવા માં આવી રહ્યું છે. મોરબી ની જીવાદોરી સમાન મચ્છુ ડેમ- 2 છલોછલ ભરાઈ જતાં ,ડેમ ના આઠ દરવાજા પાંચ ફૂટ ખોલવા માં આવ્યા છે. ડેમ માં ,હજીપણ, પાણી ની ,સતત આવક થઇ રહી છે. ડેમ માં ,પાણી ની આવક ,25 હજાર 856 ક્યુસેક, અને પાણી ની જાવક ,25 હજાર 856 ક્યુસેક છે. બંધ કુલ 33 ફૂટ ભરાઈ ગયો છે.
