રાજ્યમાં ડાયાલિસિસ કેન્દ્ર ખુલતા ડાયાલિસિસ દર્દીઓને થયો ફાયદો
Live TV
-
કેન્દ્ર સરકારની નેશનલ હેલ્થ મિશન યોજનામાં બહારથી આવતા દર્દીને ત્રણસો રૂપિયા પણ સરકાર તરફથી આપવામાં આવે છે.
ડાયાલિસિસના દર્દીઓને પહેલા રાજકોટ, અમદાવાદ કે નડિયાદ અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડતું. જેનાથી દર્દી વધુ હેરાન થતા અને આખો દિવસ જતો રહેતો અને આર્થિક પણ તકલીફ પડતી પણ સુરેન્દ્રનગરમાં સુવિધા શરૂ થતાં ડાયાલિસિસના દર્દીઓને બહુ બધો ફાયદો થયો છે. સુરેન્દ્રનગરમાં આવેલ મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સુવિધા વિના મૂલ્યે દર્દીઓને આપવામાં આવે છે. સપ્તાહમાં બે વખત દર્દીઓને સારવાર આપવામાં આવે છે. અહીંયા મોરબી, બોટાદ, તેમજ સુરેન્દ્રનગર શહેરના અને ગ્રામ્યના લોકો પણ આવે છે. બહારથી આવતા દર્દીને ત્રણસો રૂપિયા પણ સરકાર તરફથી આપવામાં આવે છે. હાલમાં કેન્દ્ર ઉપર રોજના 25 થી 30 ડાયાલિસિસ કરવામાં આવે છે. મહિનામાં અંદાજીત 750 જેટલા ડાયાલિસિસ કરવામાં આવે છે. 92 દર્દીઓ રજીસ્ટ્રેશન થયેલ છે. જયારે ડાયાલિસિસના ટેકનીસીયનએ જણાવ્યુ કે આ કિડની તેનું કામ નિયમિત ન કરે ત્યારે ડાયાલિસિસ કરવામાં આવે છે. આ કર્યા પછી પણ દર્દી પોતે પોતાની નોર્મલ જિંદગી જીવી શકે છે. થોડીક ચરી પાડવાની હોય છે. બાકી કોઈ તકલીફ પડતી નથી. અહીંયા આવતા દર્દી કેન્દ્ર ન હોતું તે પહેલાં અમદાવાદ ,રાજકોટ, કે નડિયાદ જતા હતા. તેમાં ટાઇમ બહુ થતો હતો સાથે ત્યાં ઘણીવાર મોડું થતું એટલે પાછા આવામાં તકલીફ પડતી અને ભાડા નો પણ ખર્ચ થતો જે અહીંયા નથી થતો અને આ સારવાર અહીંયા સાવ નિઃશુલ્ક આપવામાં આવે છે. એક તરફ દિવસે ને દિવસે તબીબી સુવિધાઓના ખર્ચમાં ગરીબ અને માધ્યમ પરિવારના દર્દીઓને પરવડે તે હેતુ સર કેન્દ્ર સરકાર લગામ લગાવી રહી છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પૈકી નેશનલ હેલ્થ મિશન દ્વારા ગુજરાતના દરેક જીલ્લાની સરકારી હોસ્પિટલોમાં મફત ડાયાલીસીસ ની સુવિધાઓની શરૂઆત કાર્ય બાદ હાલ તેને અભૂતપૂર્વ સફળતા સાપડી છે. ભરૂચની સરકારી હોસ્પિટલમાં છેલ્લા ૩ વર્ષથી કાર્યરત કેન્દ્ર સરકારની નેશનલ હેલ્થ મિશન યોજના અન્વયે ડાયાલીસીસ સેન્ટરની શરૂઆત થઈ હતી. જેમાં જીલ્લાના ૫૦૦ થી વધુ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ મફત સારવાર મેળવી રહ્યા છે.
