રાજ્યમાં નવા 1094 કેસ નોંધાયા, તો 19 દર્દીઓના મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1094 કેસ કોરોનાના નોંધાયા છે, તો નવા 19 દર્દીઓના મોત થયા છે.
આજે કુલ 51, 217 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને 1015 દર્દીઓ સાજા થયા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,01,746 વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,00,875 વ્યક્તિઓ હૉમ ક્વોરેન્ટાઈન છે અને 921 વ્યક્તિઓને ફેસિલીટી ક્વૉરેન્ટાઈન રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી કુલ 2767 દર્દીઓના મોત થયા છે. સુરત જિલ્લામાં આજે 234 નવા કેસ અને અમદાવાદ જિલ્લામાં નવા 162 કેસ તો વડોદરા જિલ્લામાં 107 નવા કેસ નોંધાયા છે.
