Skip to main content
Settings Settings for Dark

હવે વાહનમાં બેસનાર વ્યક્તિએ માસ્ક નહી પહેર્યુ હોય તો ચાલક પાસેથી પણ દંડની રકમ વસુલાશે

Live TV

X
  • ગુજરાતમાં કોરોના સંક્રમણને કાબુ માં લેવા માટે રાજય સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. માસ્ક નહી પહેરીને બેદરકારી દાખવનાર લોકો સામે વધુ આકરી કાર્યવાહી કરવાનું નક્કી કરાયુ છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા આ પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ હવે વાહનમાં બેસનાર વ્યક્તિએ માસ્ક નહી પહેર્યુ હોય તો માસ્ક નહી પહેરનાર ઉપરાંત ચાલક પાસેથી પણ દંડની રકમ વસુલવામાં આવશે. તે રીતે જો મોટા સ્ટોર કે નાની દુકાનોમાં પણ જો કોઇ ગ્રાહકે માસ્ક ન પહેર્યુ હોય તો તે દુકાનના માલિક કે સંચાલક સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. માસ્ક અને બે વ્યક્તિ વચ્ચે અંતર એ જ કોરોનાને કાબુમાં લેવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે તેનો કડક અમલ થાય તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply