રાજ્યમાં નવા 1197 કેસ નોંધાયા, તો નવા 17 દર્દીઓના મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1197 કેસ નોંધાયા છે. નવા 1047 દર્દીઓ સાજા થયા છે, જેની સાથે સાજા થવાનો દર 80.22 ટકા થયો છે.
આજે રાજ્યમાં કુલ 77,949 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસનો આંકડો 90,139 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14,884 છે, જેમાંથી 86 વેન્ટિલેટ પર છે અને 14,798 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 72,308 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓના મોત થયા છે. આજે 24 કલાકમાં સુરત જિલ્લામાં 253, અમદાવાદ જિલ્લામાં 163, વડોદરા જિલ્લામાં 124 નવા કેસ નોંધાયા છે.
