રાજ્યમાં સાજા થવાનો દર 95.17 ટકા; આજે નવા 671 કેસ નોંધાયા
Live TV
-
રાજ્ય સરકારના સઘન પ્રયત્નોના પરિણામે કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે 24 કલાકમાં નવા 671 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 806 નવા દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 95.17 ટકા થયો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાં કુલ 2,39,771 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં આજે રાજ્યમાં કોરોના માટે ઉપલબ્ધ 55,000 પથારીઓ પૈકી 90 ટકા પથારીઓ ખાલી છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,86,492 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,86,375 વ્યક્તિઓને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 7829 છે, જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 7768 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં નવા 4 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે કુલ મોતનો આંકડો 4344 પર પહોંચ્યો છે.
અમદાવાદ જિલ્લામાં નવા 126 કેસ, સુરત જિલ્લામાં નવા 129 કેસ, રાજકોટ જિલ્લામાં નવા 82 ત્યારે વડોદરામાં 117 કેસ નોંધાયા છે.
