Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં હાડ થિજવતી ઠંડીનું પ્રમાણ યથાવત

Live TV

X
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા ફરી વળ્યું કોલ્ડવેવનું મોજું, અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજ્યમાં 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠુંડુગાર, હજુ પણ ઠંડીનું જોર વધવાની શક્યતા.

    સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડીનું પ્રમાણ ઘટતું હોય છે.પરંતુ આ વખતે ઘટવાની જગ્યાએ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.રાજ્યના 10 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચો જતો રહ્યો હતો.9 ડિગ્રી સાથે અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.તો કચ્છનું નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.તો પાટનગર ગાંધીનગર 7.7 ડિગ્રી સાથે રાજ્યનું બીજુ સૌથી ઠંડું શહેર બન્યું હતું.તો હજુ પણ ચાર દિવસ કોલ્ડવેવની અસરોને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply