CM વિજય રૂપાણીએ સાતમી આર્થિક ગણતરી અંગેની કામગીરીનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સાતમી આર્થિક ગણતરી અંગેની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો.ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટસ્ટીક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન દ્વારા દેશમાં આ સાતમી કામગીરી હાથ ધરવામાં આવી છે.તો ગુજરાત આ ગણતરી સૌ પ્રથમ વખત મોબાઈલ એપ્લિકેશનથી કરશે.અંદાજિત 40 હજારથી વધુ ગણતરીદારો અને 6 હજાર 500થી વધુ સુપરવાઈઝર મોબાઈલ એપનો ઉપયોગ કરીને માહિતી એકત્રિત કરશે.ગ્રામ્ય કક્ષાની કામગીરી માટે CSC દ્વારા ઈ-ગ્રામનો સહયોગ લેવામાં આવશે.આ આર્થિક ગણતરીમાં તમામ લોકોના ઘરે ઘરે જઈને પ્રાથમિક માહિતી અને પરિવારજનો દ્વારા ચાલતી આર્થિક પ્રવૃત્તિઓ અને ઘરની બહારની કોઈ ચોક્કસ માળખા વગર કરાતી આર્થિક પ્રવૃત્તિઓની માહિતી મેળવવામાં આવશે.જેમાં પરિવારનો કોઈ સભ્ય લારી, પાથરણા, રિક્ષા વગરે આર્થિક પ્રવૃત્તિ કરતો હોય તો તેને આ માહિતીમાં આવરી લેવામાં આવશે.તો આ તમામ માહિતી 30 જૂનથી 30 સપ્ટેમ્બર વચ્ચે પૂર્ણ કરવાનું સરકારનું આયોજન છે...
