Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં 3 શહેરોમાં વિઝા કૌભાંડ મામલે CID ક્રાઇમ દ્વારા વિઝા ઓફિસ પર રેડ

Live TV

X
  • રાજ્યમાં 3 શહેરોમાં વિઝા કૌભાંડ મામલે સીઆઇડી ક્રાઇમ દ્વારા વિઝાની ઓફિસ પર રેડ પાડવામાં આવી હતી. જે મામલે વધુ તપાસ કરાતા ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં નકલી માર્કશીટ, સર્ટિફિકેટ, બેંકની ખોટી એન્ટ્રી તેમજ નોકરી આપવાની લાલચે વિદેશ મોકલતા હોવાનું તપાસમાં ખૂલ્યુ છે.  આ ઉપરાંત વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાંથી મળી આવેલા તમામ ડોક્યુમેન્ટ બનાવટી નીકળ્યા છે. 

    જે મામલે ક્રાઇમ બ્રાંચે આઉટ સોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખોલી ગેરકાયદેસર વિઝા પ્રોસેસ કરનારા દીપક પટેલ અને સ્નેહલ પટેલની ધરપકડ કરી છે. ઝડપાયેલા આ બંને આરોપીઓ અમદાવાદના નીરવ મેહતા, અનિલ મિશ્રા અને દિલ્હીના અમરેન્દ્ર પૂરી પાસેથી બનાવટી સર્ટિફિકેટ બનાવડાવતા હતા.  

    આ મામલે CID ક્રાઇમએ અત્યાર સુધી કુલ પાંચ ફરિયાદ નોધીને અલગ અલગ કેસમાં કુલ 4 આરોપીની ધરપકડ કરી ચૂક્યા છે. જ્યારે આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર એવા એજન્ટને પકડવા સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 31-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2025 Max Temp : °C Min Temp : °C
apply