Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં 84 નવા કોરોના દર્દી નોંધાયા, 300 દર્દીઓ ડિસ્ચાર્જ અને 3 દર્દીનાં મોત થયા 

Live TV

X
  • રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોના દર્દીઓનાં આંકડા આરોગ્ય વિભાગે જાહેર કર્યા પ્રમાણે આજે 84 નવા કોરોના કેસ નોંધાયા છે.

    રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોના દર્દીઓનાં આંકડા આરોગ્ય વિભાગે જાહેર કર્યા પ્રમાણે આજે 84 નવા કોરોના કેસ નોંધાયા છે. સાથે જ અમદાવાદ જિલ્લામાં 2 દર્દી અને સુરત જિલ્લામાં 1 દર્દીનું કોરોનાથી મોત થયું છે.

    અમદાવાદ જિલ્લામાં 18 કેસ, સુરત જિલ્લામાં 16 કેસ, વડોદરા જિલ્લામાં 9 કેસ, રાજકોટ જિલ્લામાં 5 કેસ વલસાડ જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. 15 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. 

    આજે રાજ્યમાં કુલ 300 દર્દીઓ ડિસ્ચાર્જ થતાં રાજ્યનો કોરોના રિકવરી રેટ 98.44 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સાજા થવાનો આંકડો 8,10,951 પર પહોંચ્યો છે.

    કોરોના સંક્રમણ ઘટતાં રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે જેમાં આજે 2,84,791 લોકોને કોરોના રસીનો ડોઝ અપાયો છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 2,59,62,782 કરોડ કોરોના રસીના ડોઝ અપાઈ ચુક્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply