Skip to main content
Settings Settings for Dark

વડોદરાઃ રૂપિયાના સિક્કાથી સિગ્નલ ઝામ કરીને ટ્રેનને રોકી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ

Live TV

X
  • વડોદરા RPF અને GRPની ટીમે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનમાં રાત્રી દરમિયાન લૂંટ કરતી ગેંગને પકડી પાડી છે.

    વડોદરા RPF અને GRPની ટીમે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનમાં રાત્રી દરમિયાન લૂંટ કરતી ગેંગને પકડી પાડી છે. પોલીસે ટ્રેનોમાં લૂંટ કરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 220 ગ્રામ સોનું અને અન્ય સામાન મળી કુલ રૂ. 13.87 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરવામાં આવ્યો છે. ટ્રેનમાં લૂંટ કરનાર આરોપીની લૂંટની મોડસ ઓપરેન્ડી મુજબ આરોપીઓ એક રૂપિયાના સિક્કાની સહાયતાથી સિગ્નલ ફેઈલ કરીને ટ્રેનને રોકી લૂંટ ચલાવતા હતા.

    છેલ્લા ઘણા સમયથી રેલવેની લાંબા અંતરની ટ્રેનોમાં ચોરીના બનાવો સામે આવતા રહ્યા છે જેમાં મોટાભાગે દક્ષિણ ભારત સુધી જતી ટ્રેનોમાં પ્રવાસીઓનાં સામાનની ચોરીઓ થતી હતી. આ ફરીઆદોને આધારે રેલવે પોલીસે ચોરીને અંજામ આપતી ટોળકીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. રેલવે પોલીસને મળેલી બાતમીને આધારે પંજાબ હરિયાણા રોડ પર આવેલ બંધ પેટ્રોલ પમ્પ પર ચાર શખ્સો આવવાના છે. તેથી સ્થાનિક પહેરવેશ  પહેરીને વોચ ગોઠવી હતી. તેવામાં કારમાં આવતા  પોલીસે હરિયાણાના  રાહુલ  ધારા, દિપક,  સુખવીર દલવારા તેમજ સોની ફુલ્લા ને ઝડપી પાડયા હતા .પોલીસે આરોપીઓ પાસેથી 10,70 લાખની કિંમતનું 220.650 ગ્રામ સોનુ, 50 ગ્રામ ચાંદીના દાગીના, જુદી જુદી કંપનીની ઘડીયાળ,11, 920  રોકડ રૂપિયા, 3 મોબાઈલ, એક કાર અને ત્રાજવું મળી કુલ રૂ, 13,87,530ની મતાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

    આરોપીઓ રેલવે ક્રોસિંગ પર આવેલા ટ્રેક્સ બેરિકેડમાં 1 રૂપિયાનો સિક્કો નાંખીને સિગ્નલ RED કરીને ટ્રેન રોકાતા હતા પછી ટ્રેનમાં ચઢીને ચોરી અને લૂંટને અંજામ આપતા. હાઈવે નજીક જ્યાં રેલવે ક્રોસિંગ પર ગાર્ડ અથવા કર્મચારી ન હોય ત્યાં આ ગેંગ પહોંચીને  રેડ સિગ્નલ કરીને ગાડીને રોકતી હતી. જ્યાં સુધી સિગ્નલ ગ્રીન ના થાય ત્યાં સુધીમાં આ ગેંગ લૂંટફાટ કરીને ફરાર થઈ જતી હતી. લૂંટારું ટોળકીએ અત્યાર સુધી, ભરૂચ, વાપી, આબુ રોડ, ભરૂચ આરપીએફ, કોટા, ઈગતપુરી, ભુસવાલ, ઇટરાસીઆ અને ઇન્દોરમાં લૂંટ કરી છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply