રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નિર્ધારીત નિયંત્રણ વિસ્તારોને બાદ કરતાં અન્ય વિસ્તારોમાં અનલોક વનના અમલની શરૂઆત થઇ.
Live TV
-
આજથી અન લોક વનની શરૂઆત થઇ ચુકી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નિર્ધારીત નિયંત્રણ વિસ્તારોને બાદ કરતાં અન્ય વિસ્તારોમા અનલોક વનના અમલની શરૂઆત થઇ ચુકી છે. આવશ્યક ચીજવસ્તુના પુરવઠાને બાદ કરતાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં તમામ પ્રવૃત્તિ પ્રતિબંધિત રહેશે. તો ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં સવારે પાંચ વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી કેટલીક ગતિવિધીઓને બાદ કરતાં તમામ ગતિ વિધી થઇ શકશે. આઠ જૂનથી બાકીની ગતિ વિધી માટે પણ તબક્કાવાર છુટ છાટ આપવામાં આવશે. આંતર રાજ્ય કે રાજ્યની અંદર પ્રવાસ ખેડવા કે માલની અવર જવર માટે આજથી કોઇ મંજૂરી લેવાની જરૂર નહીં રહે. 8 જૂનથી મંદિરોના દ્વાર પણ શ્રદ્ધાળુ માટે ખુલશે. હોટલ, રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલ્સ પણ આઠ જૂનથી ખોલી શકાશે. જોકે આંતરરાષ્ટ્રીય વિમાન સેવા, મેટ્રો ટ્રેન, જિમ્નેશિયમ ,સિનેમા હોલ, સ્વિમિંગ પુલ ,અને મનોરંજન પાર્ક ,અને મોટા ધાર્મિક ,અને સાંસ્કૃતિક આયોજન ,હવે પછીના આદેશ સુધી પ્રતિબંધિત રહેશે. અન લોક વનમાં પણ લોકો ખુબ જરૂરી હોય, ત્યારે બહાર નીકળે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને માસ્ક ધારણ કરે તે માટે અપીલ કરવામાં આવી રહી છે.
