લોકરક્ષક દળ ભરતીમાં એક પણ ખોટા આદિવાસીનું પ્રમાણપત્ર નહીં ચાલે
Live TV
-
આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે કે એલ.આર.ડી.ની ભરતીમાં એકપણ ઉમેદવારનું પોતે અનુસુચિત જાતિના હોવા અંગેનું ખોટું પ્રમાણપત્ર ચલાવી લેવામાં આવશે નહીં
આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે કે લોકરક્ષક દળ (એલ.આર.ડી.) ની ભરતીમાં આદિવાસીઓના જાતિ પ્રમાણપત્રઅંગે ઉભા થયેલા પ્રશ્નો અંગે આજની કૅબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આદેશ આપ્યા છે કે એલ.આર.ડી.ની ભરતીમાં એકપણ ઉમેદવારનું પોતે અનુસુચિત જાતિના હોવા અંગેનું ખોટું પ્રમાણપત્ર ચલાવી લેવામાં આવશે નહી અને આ અંગે જો કોઇને પણ વાંધો હોય તો તે તમામ વ્યકિતઓ સાથે રાજય સરકાર ખુલ્લા મને ચર્ચા કરવા તત્પર છે. શ્રી વસાવાએ ઉમેર્યુ કે, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓના હિતના રક્ષણ માટે સતત ચિંતિત છે, ત્યારે ખોટા આદિવાસીઓ સામે કડક કાર્યવાહી કરી સાચાને ન્યાય અપવવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.
