વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ગણેશ વંદના અને શિવ ભજનોની વાતાવરણ ભક્તિમય બન્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે શરૂ કરાયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કાશી વિશ્વનાથની પવિત્ર ભૂમિ વારાણસીથી પ્રસ્થાન કરેલી ‘વારાણસી થી વડનગર સેવા યાત્રા’ તેના નિર્ધારિત મુકામે સફળતાપૂર્વક પહોંચી હતી. આ ઐતિહાસિક યાત્રાના સમાપન અવસરે વડનગરના પ્રખ્યાત અને ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવના કિનારે એક ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વારાણસીથી લાંબી સફર ખેડીને વડનગર પહોંચેલા ઉત્સાહી બાઈકર્સોએ આ મહાઆરતીમાં અત્યંત શ્રદ્ધા અને ઉમંગ સાથે સહભાગી થઈને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ બાઈકર્સોએ પ્રધાનમંત્રીના સેવા સંકલ્પના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો અદ્ભુત પ્રયાસ કર્યો છે.
શર્મિષ્ઠા તળાવના રમણીય સાનિધ્યમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેને ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ ખૂબ જ રસપૂર્વક નિહાળ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પવિત્ર ગણેશ વંદનાથી કરવામાં આવી હતી. ભગવાન શિવના ભજનો પર પ્રસ્તુત થયેલા આકર્ષક ક્લાસિકલ ડાન્સ પર્ફોર્મન્સે ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે શિવમય બની ગયું હતું.
આ યાત્રા અને તેના સાંસ્કૃતિક આયોજનોએ ભારતીય સંસ્કૃતિના સાચા દર્શન કરાવવાની સાથેસાથે સામાજિક એકતા અને સેવાના સંકલ્પને વધુ દ્રઢ બનાવ્યો છે, જેનાથી સમગ્ર વડનગરની ધરતી પર એક નવો અને સકારાત્મક ઉત્સાહ જોવા મળ્યો હતો.
