વડોદરાની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની કચેરીમાં 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી જાગૃતતા સપ્તાહની ઉજવણી
Live TV
-
પાવર ગ્રીડના અધિકારીઓ સહિત કર્મચારીઓએ સતર્કતાના શપથ ગ્રહણ કર્યા હતા
કેન્દ્ર સરકારની કચેરીઓમાં તકેદારી જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના સમા સાવલી રોડ પર આવેલી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની કચેરીમાં 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વેસ્ટ ઝોનના ગુજરાત, મધ્યપ્રદેશ, દમણ દીવ અને મહારાષ્ટ્રમાં પ્રાદેશિક મુખ્યાલય વડોદરા સહિત પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ પશ્ચિમ ઝોનની તમામ ગૌણ કચેરીઓમાં જાગૃતિ સપ્તાહ 2021નું આયોજન સ્વતંત્ર ભારત @ 75: અખંડિતતા સાથે સ્વ-નિર્ભરતા થીમ સાથે કરવામાં આવી રહ્યું છે. 28 ઓક્ટોબરે ચીફ જનરલ મેનેજર ઉત્પલ શર્માની આગેવાની હેઠળ પાવરગ્રીડ વડોદરાના કર્મચારીઓએ સામાન્ય જનતાને ભ્રષ્ટાચાર સામે જાગૃત કરવા પદયાત્રાનું આયોજન કર્યું હતું. પાવર ગ્રીડના અધિકારીઓ સહિત કર્મચારીઓએ સતર્કતાના શપથ ગ્રહણ કર્યા હતા. તેમજ સતર્કતાનો સંદેશો આપતા પોસ્ટર્સ અને બેનર્સ લઈને વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ઉત્સાહપૂર્વક પદયાત્રા યોજી હતી. સામાન્ય નાગરિકોએ પણ આ પદયાત્રામાં ભાગ લીધો હતો.