વડોદરા: બાવામાનપુરામાં મોડી રાત્રે નિર્માણાધીન ઈમારત ધરાશાયી
Live TV
-
વડોદરા શહેરના બાવામાનપુરા વિસ્તારમાં 3 માળની નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતા સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઇ છે...શહેરનાં પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરામાં આવેલા વીમા દવાખાનાની બાજુમાં બંધાતી ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી.તેના કાટમાળ તળે 7 જેટલાં મજૂરો દટાયા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત કાર અને ટૂ વ્હિલર સહિત અનેક વાહનો દટાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના લાશકારો ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક ધોરણે સ્થાનિકોની સહાય વડે કાટમાળ તળે દબાયેલા મજુરોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ધરાશાયી થયેલી ત્રણ માળની બિલ્ડીંગનો કાટમાળ હટાવવા જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેસ્કયુ કરાયેલ ઇજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી. ફાયર બ્રિગેડના 30 જેટલા કર્મચારીઓ , પોલીસ જવાનો સહિત સ્થાનિકો રેસ્ક્યુ ની કામગીરીમાં જોડાયા હતા. રેસ્ક્યુ કરાયેલ મજૂરો પૈકી એક મજૂરનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે..
