વડોદરા SOGએ 600 નશાયુક્ત ઈન્જેક્શન સાથે 2 આરોપીને ઝડપ્યા
Live TV
-
વડોદરા શહેરમાંથી નશો કરવા માટે ઉપયોગમા લેવાતા ઇન્જેક્શન ઝડપાયા હોવાની ઘટના બની છે. SOG પોલીસે નશા અંગે માહિતી મળતા દરોડા પાડ્યા હતા
વડોદરા શહેરમાંથી નશો કરવા માટે ઉપયોગમા લેવાતા ઇન્જેક્શન ઝડપાયા હોવાની ઘટના બની છે. SOG પોલીસે નશાખોરો અંગે બાતમી મળતા શનિવારે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા, જેમાં આ ઈન્જેક્શન ઝડપાયા હતા.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં SOG પોલીસે દરોડા દરમ્યાન મયુર ગાયકવાડ અને સચિન પરમાર નામના શખ્સોની ધરપકડ પણ કરી છે. પોલીસે દરોડા દરમ્યાન આરોપીઓ પાસેથી નશો કરવામાં વપરાતા 600 ઇન્જેક્શનજપ્ત કર્યા હતા. જાણકારી પ્રમાણે પોલીસે 600 પેન્ટઝોસીન નામની ફોર્ટવિન બ્રાન્ડનું ડ્રગ્સ અને પ્રતિબંધિત મેથાફેટા માઇન 25 ગ્રામ ડ્રગ્સ મળી કુલ 1.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મયુર ગાયકવવાડ નામનો શખ્સ અગાઉ ખુન, મારામારી,ખંડણી, ચોરી જેવા ગંભીર ગુનાઓ માં સંડોવણી હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે.