સુરતઃ હનુમાન જયંતિ નિમિત્તે મંદિરમાં 3,751 કિલો લાડુનો ભોગ ધરાવાયો
Live TV
-
અંજનીપુત્ર અને રામભક્ત હનુમાનજીની જન્મ જયંતિની શનિવારે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. જયંતી નિમિત્તે દેશભરના હનુમાનજીના મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શને ઉમટી પડ્યા હતા
અંજનીપુત્ર અને રામભક્ત હનુમાનજીની જન્મ જયંતિની શનિવારે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. જયંતી નિમિત્તે દેશભરના હનુમાનજીના મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શને ઉમટી પડ્યા હતા, એવામાં કેટલાય મંદિર તરફથી પણ પ્રસાદ સાથેની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી.
સુરતના પાલ રોડ ખાતે આવેલા હનુમાન મંદિરમાં પણ હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. ભક્તોએ આ પર્વે હનુમાનજીને 3,751 કિલોના લાડુનો ભોગ ચઢાવીને પોતાની શ્રદ્ધાને વાચા આપી હતી. બાદમાં આ લાડવાનો પ્રસાદ કરીને સૌ શ્રદ્ધાળુઓમાં વહેંચી દેવામાં આવ્યો હતો.
ઉપરાંત હનુમાન જયંતિ પર્વે તાપી શુધ્ધિકરણ માટે કિનારા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરીને સ્વચ્છતાનો સંદેશો પણ વહેતો કરવામાં આવ્યો હતો. અનેક મંદિરોમાં હનુમાનજીના નામની અને શ્રીરામની ધૂન પણ રાખવામાં આવી હતી.