Skip to main content
Settings Settings for Dark

વરાછામાં સાયકલિંગ થકી નશા મુક્ત ભારતનો સંદેશ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને DyCM હર્ષ સંઘવીની ઉપસ્થિતિ

Live TV

X
  • ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વાસ્થ્ય, ફિટનેસ અને વ્યસનમુક્તિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી સુરતના વરાછા ખાતે સન્ડે ઓન સાયકલિંગ થીમ આધારિત 89મી સાયક્લોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માનગઢ ચોક ખાતેથી આ સાયકલ રેલીને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.

    શિક્ષક દિન અને નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારતના ઉદ્દેશ સાથે નીકળેલી આ રેલી સરથાણા જકાતનાકા સ્થિત પ્રાણીસંગ્રહાલય ખાતે સંપન્ન થઈ હતી.

    કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશભરમાં દર અઠવાડિયે સામાજિક જાગૃતિના કોઈ મહત્વપૂર્ણ મુદ્દાને જોડીને સન્ડે ઓન સાયકલિંગ યોજવામાં આવે છે. આજે દેશના 25 હજારથી વધુ સ્થળોએ યુવાનો સાયકલિંગ થકી નશામુક્ત ભારત અને વિકસિત ભારતનો સંદેશ આપી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ માટે નાગરિકોનું તંદુરસ્ત સ્વાસ્થ્ય પ્રાથમિક શરત છે. જેમ દૂધ સંપૂર્ણ આહાર છે, તેમ સાયકલિંગ એ સંપૂર્ણ વ્યાયામ છે. સાયકલિંગને માત્ર એક દિવસનો કાર્યક્રમ ન રાખતા તેને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવો જરૂરી છે.

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોના ઉત્સાહને બિરદાવતા કહ્યું કે, સુરતના હજારો યુવાનો આજે સાયકલ સાથે રસ્તા પર ઉતરીને દેશ માટે પ્રેરણારૂપ બન્યા છે. યુવાશક્તિ જ્યારે વ્યસનથી દૂર રહીને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવશે ત્યારે જ સક્ષમ અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ શક્ય બનશે. સાયકલિંગથી શારીરિક તંદુરસ્તીની સાથે મન પણ ઊર્જાવાન અને સકારાત્મક રહે છે.

    આ સાયક્લોથોનમાં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ, સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા વિસ્પી ખરાદી, આયર્ન ટીથ મેન રાકેશ સૈની અને બોડી આર્કિટેક્ટ ભીષ્મ મદાહની સહિત રમતગમત ક્ષેત્રના અનેક અગ્રણીઓ જોડાયા હતા.

    કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકિયા, મેયર માયાબેન માવાણી, ધારાસભ્ય કુમારભાઈ કાનાણી, કાંતિભાઈ બલર, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર અને પોલીસ કમિશનર વાબાંગ જામીર સહિત મોટી સંખ્યામાં ઉત્સાહી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
apply