Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ બેંક સમક્ષ ગુજરાતનું વૈશ્વિક વિકાસ વિઝન

Live TV

X
  • ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાની મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતને AI, વૈશ્વિક નાણાકીય સેવાઓ, અદ્યતન ટેકનોલોજી અને વૈશ્વિક મૂડીના કેન્દ્ર તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું વિઝન રજૂ કર્યું હતું.

    મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત વહીવટ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને જનસેવા સહિતના ક્ષેત્રોમાં AIના ઝડપી અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે AI માત્ર ટેકનોલોજી નહીં, પરંતુ વિકાસને નવી ગતિ આપવાનું શક્તિશાળી સાધન છે.મુખ્યમંત્રીએ GIFT Cityની વિકાસગાથા રજૂ કરતાં જણાવ્યું હતું કે તેને આગામી તબક્કામાં ફાઇનાન્સ, ટેકનોલોજી, ફિનટેક, AI, ડેટા અને ઇનોવેશનની સંકલિત વૈશ્વિક ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે.

    તેમણે ગુજરાતની નાણાકીય શિસ્તનો ઉલ્લેખ કરીને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે રાજ્યને કન્સેશનલ ફાઇનાન્સિંગના વધુ લાભ આપવા વર્લ્ડ બેંકને અપીલ કરી હતી. નાણાકીય શિસ્ત જાળવનારા રાજ્યોને વિકાસ માટે વિશેષ નાણાકીય સહાય આપવા અંગે વિચારણા કરવા પણ તેમણે સૂચન કર્યું હતું.બેઠકમાં ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસ, GIFT Cityના એમડી અને ગ્રુપ CEO સંજય કૌલ સહિત વર્લ્ડ બેંક, IFC, MIGA અને IMFના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
apply