Skip to main content
Settings Settings for Dark

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 99મું સફળ અંગદાન

Live TV

X
  • સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 99મું સફળ અંગદાન નોંધાયું છે. મૂળ મધ્યપ્રદેશના અને સુરતના કડોદરા-વરેલી ખાતે રહેતા 29 વર્ષીય પવનકુમાર સેનના હૃદય, લીવર અને બંને કિડનીના દાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.

    તા. 15 ઓગસ્ટે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પવનકુમારને તા. 16 ઓગસ્ટે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તા. 18 ઓગસ્ટે તબીબોની ટીમે તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.તબીબો અને કાઉન્સેલરોએ પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતાં પત્ની સુષ્માબેન સહિત પરિવારજનોએ ભારે હૈયે અંગદાન માટે સંમતિ આપી હતી.

    દાનમાં મળેલું હૃદય અમદાવાદની CIMS હોસ્પિટલમાં, જ્યારે બંને કિડની અને લીવર KD હોસ્પિટલ,અમદાવાદમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા હતા.નવી સિવિલ હોસ્પિટલના ઈ. તબીબી અધિક્ષક ડૉ. પારૂલ વડગામાના માર્ગદર્શન હેઠળ તબીબો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ, સામાજિક કાર્યકરો અને સ્વયંસેવકોએ અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપદાદા દેશમુખનો પણ સહયોગ મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
apply