Skip to main content
Settings Settings for Dark

વલસાડમાં સુજલામ સુફલામ યોજનાની ચકાસણી હાથ ધરાઇ

Live TV

X
  • જળસંચય માટે હાથ ધરાયેલા કુલ ૭૫૨ કામો પૈકી ૨૬ દિવસમાં ૧૫૦ કામો પૂર્ણ.

    વલસાડ જિલ્લામાં સુજલામ સુફલામ અંતર્ગત જળસંચય માટે હાથ ધરાયેલા કુલ ૭૫૨ કામો પૈકી ૨૬ દિવસમાં ૧૫૦ કામો પૂર્ણ થઇ ચૂક્યા હોવાનું વલસાડ કલેક્ટર સી. આર. ખરસાણે તેમની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું. પરંતુ કલેક્ટરે રજૂ કરેલા આંકડાના આધારે આ સમગ્ર કામગીરીને જો મુલવવામાં આવે તો રૂપાણી સરકારની સુજલામ સુફલામ યોજનાનો સંઘ કાશીએ પંહોચે તેવુ અસંભવ છે.

    ૧લી મેથી વલસાડ જિલ્લામા તમામ તાલુકાઓમાં સુજલામ સુફલામ અંતર્ગત જળસંચયના કુલ ૭૫૨ કામો હાથ ધરાયા હતા. જેમા તબક્કાવાર જિલ્લાના કુલ ૨૬૫ ગામોને આવરી લેતા ૭૫૨ કામો હાથ ધરાયા છે. જેમાંથી ૧૫૦ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેને સરેરાશ ટકાવારી લેખે ગણવામાં આવે તો ૨૬ દિવસમાં માત્ર ૨૦ ટકા કામ થયુ છે જે હિસાબે રોજના પાંચ થી ૬ કામોને પૂર્ણ કરી લેવામા આવતુ હોવાનું માની શકાય અને તે હિસાબે કુલ ૭૫૨ કામો અંદાજીત ૧૩૦ દિવસમાં પૂર્ણ થશે પંરતુ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસંચયની હાથ ધરેલી યોજના વ્યાપક ભ્રષ્ટાચાર વચ્ચે અને આગામી ૨૦ દિવસમાં ચોમાસાની શરૂઆતના પગલે ફળીભૂત થાય તેમ લાગતુ નથી.

    વલસાડની જ વાત કરીએ તો વલસાડમા ૭૫૨ કામો પૈકી સરેરાશ ૨૦ ટકા કામગીરી આટોપી લેવાઇ છે જ્યારે આગામી જૂનના પહેલા કે બીજા સપ્તાહમા મોટાભાગે વલસાડમાં ચોમાસાની સીઝન બેસતી હોય છે ત્યારે બાકીની ૮૦ ટકામાંથી કદાચ આગામી દિવસોમાં માંડ ૩૦ ટકા કામો પૂર્ણ થશે તો સરેરાશ ૫૦ ટકા કામો ત્યારબાદ પણ બાકી રહેશે જે ચોમાસા દરમ્યાન પૂર્ણ કરવા સંભવ નથી જ્યારે તે બાદ તમામ તળાવો, ચેકડેમોમાં પાણી ભરાયેલા હશે અને તે પાણી આગામી ઉનાળા દરમ્યાન જ ખાલી થશે ટૂંકમાં રુપાણી સરકારની યોજના વલસાડ પુરતી સંપૂર્ણ પણે પુરી થાય અને આ જળસંચય અભિયાન થકી વલસાડમા પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવી હાલના તબ્બકે અસંભવ દેખાઇ રહી છે.

    તો, હાલ ચાલી રહેલા કામો અંગે કલેક્ટર ખરસાણ જણાવે છે કે કુલ ૭૫૨ કામો પૈકી ૧૬૦ કામો કે જેમા તળાવમાથી માટી કાઢવી, ચેકડેમ બનાવવા, તળાવની સાફસફાઇ કરવી, નદીઓને પુન:સજીવન કરવી જેવા વિવિધ કામો લોકભાગીદારી દ્વારા હાથ ધરાયા છે જેમા જિલ્લાના ઔદ્યોગિક એકમો, સામાજીક સંસ્થાઓ. એનજીઓ વગેરે પોતાની મશીનરીથી કામમાં ભાગીદાર બન્યા છે.

    જ્યારે વલસાડના કપરાડા, ધરમપુર સહીતના તાલુકાઓમાં કે જ્યા સરેરાશ ૧૦૦ ઇંચ વરસાદ પડે છે ત્યાં, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વનવિભાગ, ખેતીવાડી વિભાગ દ્વારા મનરેગા યોજના હેઠળ ૩૮૨ કામોના લખ્યાંક સામે ૪૭૧ કામો હાથ ધરાયા છે. જેનાથી ૮૬૮૦ શ્રમિકોને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. જેમા ધરમપુર તાલુકામાં ૧૫૨, કપરાડામાં ૧૪૧, પારડીમાં ૪૮, ઉમરગામમાં ૫૬, વલસાડમાં ૫૩ અને વાપીમાં ૨૧ કામો મળી કુલ ૪૭૧ કામો શરૂ કરાયા છે. જેમા તળાવ ઉંડા કરવાના ૫૩, ચેકડેમ ડીસીલ્ટીંગના ૯૨, ખેત તલાવડીના ૧૬૦, નવા ચેકડેમના ૨૨, ખેતર પાળાના ૧૧૩, અને નદી પુનર્જીવીત કરવાના બે કામો તો ૨૯ નવા તળાવો બનાવવાની કામગીરી ચાલી રહી છે.

    તળાવો ઉંડા કરવાની કામગીરીમાં સરપંચો અને સ્થાનિક અધિકારીઓ દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવા છતા તે અંગે કલેક્ટરે જણાવ્યું હતુ કે તળાવની માટી ગામના ખેડૂતો લઇ શકે છે પણ તે સિવાય કોઇ સ્થળે વેંચાતી હોવાના કિસ્સા ધ્યાને આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. ટૂંકમા અત્યારે ચાલી રહેલો ભ્રષ્ટાચાર હજુ તંત્રને ધ્યાને નથી આવ્યો એટલે આગળ પણ ધ્યાને આવશે અને તંત્ર તેમની વિરૂદ્ધ પગલા લેશે તે માનવું અયોગ્ય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply