Skip to main content
Settings Settings for Dark

વલસાડ: મધુબન ડેમની જળ સપાટી ઘટતા પ્રથમ વખત રજવાડી અવશેષો જોવા મળ્યા

Live TV

X
  • અવશેષો 1970 પછી પ્રથમવાર આવ્યા બહાર

    મધુબન જળાશયના નિર્માણ પછી ડેમની જળ સપાટી ઘટતા પ્રથમ વખત રજવાડી અવશેષો જોવા મળ્યા હતા.ચાલુ વર્ષે અસહ્ય ગરમીના કારણે દમણગંગા નદી પર બંધાયેલા મધુબન જળાશયના જળસ્તરમાં વ્યાપક ઘટાડો જોવા મળ્યો હતો. તેથી ફતેપુર ટાંકી ફળિયા વિસ્તારમાં તત્કાલીન ધરમપુરના રજવાડા સમયના અવશેષો 1970 પછી પ્રથમવાર બહાર આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલી, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યની સહિયારી યોજના મધુબન ડેમનું નિર્માણ 1970માં થયું હતું.કેચમેન્ટ વિસ્તારમાં રામનગર-ધરમપુર રજવાડાના તે સમયના આર્થિક ગામ તરીકે ફતેપુર, પેડસા, વારોલીનો સમાવેશ થતો હતો. ફતેપુર મુખ્ય મથક હોવાથી અહીં રાજવીઓ સહેલગાહે આવતા હતા. રજવાડી અવશેષો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો મધુબન ડેમ ખાતે ઉમટી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply