વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
Live TV
-
ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશોમાં રોકાણ વધારવા અને ઝડપથી વિકસી રહેલી આર્થિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક તકોને ઉજાગર કરવા માટે દ્વિતીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સ 8-9 જાન્યુઆરી, 2026 ના રોજ રાજકોટ ખાતે યોજાશે.મુખ્ય ફોકસ ક્ષેત્રોVGRCનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક વિકાસને વેગ આપવાનો અને 'વિકસિત ગુજરાત – વિકસિત ભારત @2047'ના વિઝનને સાકાર કરવાનો છે. આ કોન્ફરન્સ નીચેના મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે:ઔદ્યોગિક: સિરામિક્સ, એન્જિનિયરિંગ, પેટ્રૉકેમિકલ્સ, ખનિજો.કનેક્ટિવિટી: બંદરો અને લૉજિસ્ટિક્સ.ઉર્જા: ગ્રીન એનર્જી.કૃષિ: કૃષિ અને ફુડ પ્રોસેસિંગ, મત્સ્યોદ્યોગ.અન્ય કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ, MSME, પ્રવાસન અને સંસ્કૃતિ.પ્રાદેશિક શક્તિના મુખ્ય કેન્દ્રોકોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર-કચ્છના મુખ્ય જિલ્લાઓના વિશેષ યોગદાનને પ્રકાશિત કરવામાં આવશે.
જિલ્લો મુખ્ય યોગદાન અને ઓળખકચ્છભારતનું સૌથી મોટું બંદર (કંડલા, મુન્દ્રા), 32 GW નવીનીકરણીય ઉર્જા, પેટ્રોકેમિકલ્સ.મોરબી"ભારતની સિરામિક રાજધાની" – 900+ સિરામિક ઉત્પાદન એકમો.જામનગર"ભારતનું પિત્તળનું શહેર" (15,000+ એકમો), એશિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી (રિલાયન્સ).રાજકોટમશીન ટૂલ્સ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર, MSMEs, નવીનતા.ભાવનગરઅલંગમાં વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ, ડુંગળી ઉત્પાદનમાં અગ્રેસર.અમરેલીભારતનું પ્રથમ ખાનગી બંદર પીપાવાવ, કૃષિ અને ફુડ પ્રોસેસિંગ.પોરબંદરમત્સ્યોદ્યોગ, કાસ્ટિક સોડા પ્લાન્ટ, મહાત્મા ગાંધીનું જન્મસ્થળ.આ કોન્ફરન્સ નીતિગત સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા આ પ્રદેશના ઔદ્યોગિક વિકાસને ઝડપી બનાવશે.
