Skip to main content
Settings Settings for Dark

'વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી' કાર્યક્રમ અન્વયે મોરબીમાં 2800 કરોડના 91 MoU થયા

Live TV

X
  • મોરબી ખાતે  9 અને 10 ઓક્ટોબરે દરમિયાન 'વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી' ભવ્ય કાર્યક્રમનું આયોજન છે. ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સરકાર દ્વારા વાઈબ્રન્ટ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. આ હેતુ મોરબીમાં સાર્થક થયો છે. વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ જબ્બર પ્રતિસાદ સાંપડી રહ્યો છે, જ્યાં આ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ વિભાગોમાં સેક્ટર વાઈઝ વિવિધ ઉદ્યોગો દ્વારા રૂ.2800 કરોડના 91 જેટલા MoU કરવામાં આવ્યા છે. જેમાં વરમોરા ગૃપ દ્વારા 1000 કરોડના MoU કરવામાં આવ્યા છે. 

    રાજ્ય કક્ષાએ યોજાતા વાઇબ્રન્ટ કાર્યક્રમને સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ લઈ જવાનો એક જન કલ્યાણનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે. જે થકી જિલ્લા કક્ષાએ વિવિધ સેગમેન્ટ પેદાશોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા માટે તેમજ રોકાણ માટે નવી દિશા મળી રહી છે. મોરબી સિરામિક, ઘડિયાળ સહિતના મોટા ઉદ્યોગોનો જિલ્લો છે ત્યારે મોરબીમાં વિવિધ રોકાણો લાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ હેઠળ વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ ઉપરાંત ઉદ્યોગકારો તેમજ સ્ટાર્ટ અપ કરતા લોકો માટે વિવિધ વિષયો પર સેમિનાર અને પ્રેઝન્ટેશન, ઉદ્યોગકારો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે ઓપન હાઉસ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ પેદાશો માટે પ્રદર્શન સહ વેચાણ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply