Skip to main content
Settings Settings for Dark

વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત સરકારનું 'વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ' અભિયાન

Live TV

X
  • જાન્યુઆરી-2024માં 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ' યોજાવાની છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં 'વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મોરબી ખાતે આજે અને આવતીકાલે 'વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી'ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો રાજ્ય સરકારના મંત્રી  જગદીશ વિશ્વકર્માના હસ્તે શુભારંભ કરાવ્યો હતો. આ વાઈબ્રન્ટ મોરબી કાર્યક્રમમાં અંદાજિત 1800 કરોડના 5 જેટલા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.

    આ સમિટ વિશે માહિતી આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' એટલે, નોલેજ શેરિંગ, સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અને ગુજરાતનું ગ્રોથ એન્જીન. વાઈબ્રન્ટ એટલે 3T- ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે વિકાસનું એન્જિન વધુ મજબૂત બનાવવું. ગુજરાતમાં લોકો આવે છે એનું કારણ છે, શ્રેષ્ઠ તકો, પૂરતી સુરક્ષા અને વધુમાં વધુ પોલીસીઓ.

    મોરબીની વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે,  મોરબીનો સિરામિક ઉદ્યોગ ચીનને હંફાવવાની તાકાત ધરાવે છે. મોરબીના સિરામિકનું ગ્લોબલ માર્કેટ 239.5 બિલિયન ડોલર છે. મોરબીનું સિરામિક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક પ્રોડક્ટ ઉત્પાદન કરતું ક્લસ્ટર છે જેનું વાર્ષિક ટર્નઓવર 60,000 કરોડનું છે. મોરબી જિલ્લામાં અંદાજિત 1000 જેટલા સિરામિક એકમો આવેલા છે. માત્ર મોરબી જિલ્લો 8થી 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. મોરબીનું નામ સાંભળતા જ આપણને ઘડિયાળની યાદ આવી જાય. મોરબી જિલ્લાની વોલ કલોક / ગીફ્ટ આર્ટીકલ ઇન્ડસ્ટ્રીઝ ભારતના વોલ ક્લોક ઉત્પાદનનો 75 ટકા હિસ્સો ધરાવે છે. 

    ગુજરાત વિશે ગર્વભેર વાત કરતા કહ્યું હતું કે, પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત છે. દેશના GDPમાં ગુજરાતનો હિસ્સો અંદાજે 8.4 ટકા છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકા હિસ્સો ગુજરાતનો છે તો ભારતના કુલ એક્સપોર્ટમાં 33 ટકા ગુજરાતની ભાગીદારી છે. ગુજરાતમાં 13 લાખથી વધુ MSME રજીસ્ટર્ડ છે. મોટા રાજ્યોની તુલનામાં સૌથી ઓછો 2.2 ટકા બેરોજગારી દર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply