Skip to main content
Settings Settings for Dark

વાવ,થરાદ,પાલનપુરમાં સાંબેલાધાર વરસાદ તો કપરાડા, રાજકોટ,અંબાજીમાં પણ મેઘમહેર

Live TV

X
  • ડાંગમાં અંબિકા નદી અને વલસાડમાં ઔરંગા નદી ગાંડીતૂર

    રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે..ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ થતા અનેક નદીઓ અને નાળાઓ છલકાયા છે..બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે..જેમાં વાવ-થરાદ પંથકમાં 10 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. અનેક ગામો પાણીમાં ગરકાવ થયાના અહેવાલ છે..તો અનેક સ્થળે કેનાલો તૂટી, વીજપોલ અને ઝાડ ધરાશાયી થવાના બનાવો પણ નોંધાયા છે..રાજ્યના કપરાડા, રાજકોટ અને અંબાજી તેમજ વાવ ,દાંતા ,પાલનપુર સહિત સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે..નવસારીના દરિયામાં માછમારી માટે ગયેલા પાંચ માછીમારોની બોટ પલટી..જેમાં ત્રણનો બચાવ થયો છે..દરિયામાં ગરક થયેલા બે માછીમારો માટેનું એનડીઆરએફની સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ ..

    ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. નાના મોટા ઝરણાઓ વહેતા થયા છે.ચેકડેમો પણ ઓવરફ્લો થયા છે. ડાંગની મુખ્ય  અંબિકા, પૂર્ણા , ખાપરી અને ગીરા બે વર્ષ કાંઠે વહેતી થઈ છે.
    આહવામાં 126 એમ એમ., વઘઈમાં 208 એમ.એમ, સુબીર 79. એમ.એમ., સાપુતારા ૧૫૭ એમ.એમ. વરસાદ પડ્યો છે. સુપદહાડ, ઘોડવહળ,સૂર્યાબરડા,દગુનિયા, કુમારબંધ 48 કલાક થી વિખુટા પડ્યા છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
apply